અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટ્રોલી બેગમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપયો.
પોલીસે ST ડેપો બહારથી વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો.
પોલીસે મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી
.અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે જીઆઇડીસી બસ ડેપો બહારથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઇડીસી ડેપો માંથી ટ્રોલી બેગમાં એક ઇસમ વિદેશી દારૂનો જથ્થો લઈ બહાર આવી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાદમી વાળો હિસાબ આવતા પોલીસે તેને અટકાવી બેગમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 26 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 2600નો મુદ્દા માલ કબજે કરી કિમની તપોવન સ્કૂલ પાસે રહેતો પાર્થ મનીષ સિંગલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નલિસ્ટ આકાશ પાટીલ સાથે સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર