અંકલેશ્વર પંથકમા ઘરફોડ ચોરીનો સીલસીલો યથાવત
ડોકટર પરિવાર લગ્નમાં ગયો અને તસ્કરોએ કરી તસ્કરી
ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 10.25 લાખની ચોરી
પોલીસે ઘરફોડ ચોરી મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી
શહેરી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી લોકમાંગ
અંકલેશ્વર પંથકમ ઘરફોડ ચોરીનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. તસ્કરોએ શહેરના કેશવ પાર્ક રહેતા ડોકટર પરિવારના બંધ મકાનને નિશાન બનાવી સોનાના દાગીના સહીત રૂપિયા 2 લાખ રોકડા મળી 10 લાખ ઉપરાંતની માલમત્તા પર હાથફેરો કરી પલાયન થઇ જતા ચકચાર મચી જવા પામી હતી.
અંકલેશ્વરના કેશવ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ એક જ અઠવાડિયામાં બીજા મકાનને નિશાન બનાવી રોકડા 2 લાખ અને સોનાના ઘરેણાં મળી કુલ 10 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વરના પિરામણ રોડ ઉપર આવેલ શ્રવણ સ્કૂલની પાસે કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા મિતેશ મનહર રાણા પોતે ડોક્ટર હોય તેઓનું શિવ શક્તિ ક્લિનિક ચલાવે છે. ગતરોજ તેઓના મામાની દીકરીના લગ્ન હોય દીવા રોડ ખાતે ગયા હતા. તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને સોનાના ઘરેણા સહિત રોકડ 2 લાખ મળી કુલ રૂ. 10 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંકલેશ્વર શહેર મથક ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે. પોલીસે ઘરફોડ ચોરી મામલે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે અંકલેશ્વર પંથકમાં થતી વારંવાર ઘરફોડ ચોરી અંગે સ્થાનિક લોકોને સમસ્યામાં વધારો થવા પામ્યો છે. જેને લઇ અંકલેશ્વર ડિવિઝનલ પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર.