Satya Tv News

અંકલેશ્વર સહીત દક્ષિણ ગુજરાતમાં CNG પંપોનાં માલિકો હડતાળ પર

યુનાઈટેડ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા નિર્ણય

સીએનજી ફ્રાંચિસી એસોસિએશનની માગ સાથે હડતાળ પર

400 જેટલા સીએનજી પંપ હડતાળમાં જોડાયા

CNG ગેસનાં વેચાણમાં કમિશનનો વધારો ન કરાતા હડતાળ પર ઉતરશે

અંકલેશ્વર સહીત દક્ષિણ ગુજરાતના 400થી વધુ CNG પમ્પ સંચાલકોની કમિશન વધારાના મામલે આજે એક દિવસની હડતાળ પાળવાનું એલાન કર્યું હતું.

દક્ષિણ ગુજરાતના 400થી વધુ CNG પમ્પ સંચાલકોની કમિશન વધારાના મામલે આજે એક દિવસની હડતાળ પાળવાનું એલાન કરવામાં આવ્યું છે. યુનાઈટેડ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન ઓફ ગુજરાત અને સીએનજી ફ્રાંચિસી એસોસિએશન દ્વારા કમિશન વધારની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. જેમાં 400 જેટલા સીએનજી પંપ હડતાળમાં જોડાયા છે. યુનાઈટેડ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન ઓફ ગુજરાત અને સીએનજી ફ્રાંચિસી એસોસિએશન દ્વારા CNG ગેસનાં વેચાણમાં કમિશનનો વધારો ન કરાતા હડતાળ પર ઉતરવાણી ફરજ પડી છે.

જેને લઈને CNG ગેસ ઉપર નિર્ભર રહેતા રિક્ષાચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગત રોજ મોડી સાંજે CNG ગેસ પમ્પ સંચાલકોએ અચાનક એક દિવસ ગેસ પમ્પ બંધ રહેવાની જાહેરાત કરી હતી. જેને લઈને ઘણી રીક્ષા ચાલકો ગેસ પુરાવવાનો બાકી રહેતા તેમણે રીક્ષા મૂકી દેવાનો વારો આવ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા સીએનજી પંપ નાં માલિકો હડતાળ પર CNG ગેસનાં વેચાણમાં કમિશનનો વધારો નહીં થતાં એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે માંગણી નહીં સ્વીકારાય તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ છે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: