અંકલેશ્વર શહેરના તાડ ફાળિયામાંથી જુગારધામ ઝડપાયો
સટ્ટાબેટિંગનો માસ્ટર માઈન્ડ વિજય વસાવા પોલીસ પકડથી દૂર
પોલીસે ચાર જુગારીયાઓને ઝડપી જેલભેગા કર્યા
પોલીસે 85 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કર્યો કબ્જે
અંકલેશ્વર શહેર એ ડિવિઝનના પોલીસે DYSP કચેરી નજીક મેઘના આર્કેડની નીચે આંકડાકીય જુગારધામ દરોડા પાડી ચાર જુગારીયાઓને ઝડપી પાડયાં હતા. પોલીસે રોકડ મોબાઈલ અને વાહન મળી 58 હજારઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે આ વખતે પણ પોલીસને ચકમો આપી ફરાર કુખ્યાત બુટલેગર અને સટ્ટાબેટિંગનો માસ્ટર માઈન્ડ ફરાર રહેતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તેમના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે સમયે બાતમી મળી હતી કે, ચૌટાનાકા પાસે આવેલા મેઘના આર્કેડની નીચે તાડ ફળિયા બાજુની દિવાલ નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ટોળું વળી સટ્ટાબેટીંગના આંકડા લખી જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરતા એક ઇસમ હાથમાંની ચોપડીમાં સટ્ટા બેટીંગના આંકડાનો જુગાર રમાડતો નજરે પડતા તેને કોર્ડન કરી ઝડપી પાડયો હતો.
પોલીસે સ્થળ ઉપરથી બીજા અન્ય ઈસમોમાં સરફરાજ એહમદ શેખ, અજય પ્રિતમભાઇ રાવળ, શિવદાસ માણેકભાઇ વાડેકર અને રાકેશ પ્રભુભાઇ પટેલને ઝડપી પાડયા હતાં. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.11,510 ,મોબાઈલ નંગ 4 કિંમત રૂ.13,500 અને રીક્ષા કિંમત રૂ.60,000 હજાર મળીને કુલ રૂ.85,010 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે પોલીસને વારંવાર આપનાર કુખ્યાત બુટલેગર અને જુગારી વિજય દલપત વસાવા ફરાર રહ્યો હતો. પોલીસે તેને વૉન્ટેડ આરોપી જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર