Satya Tv News

અંકલેશ્વર ન.પા.સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલના મહિલા વોર્ડમાં
પીઓપીની છત તૂટી પડતા કામગીરી સામે સવાલો ખડા
મ્યુનિસિપલ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલના મહિલા વોર્ડમાં લગાવેલ પીઓપીની છત તૂટી પડતા કામગીરી સામે સવાલો ખડા થયા છે

તાજેતરમાં જ અંકલેશ્વર નગર પાલિકા દ્વારા લાખોના ખર્ચે બનેલ પાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું જ્યાં શહેર અને આજુબાજુના ગામના ગરીબ દર્દીઓને મેડીકલ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે પરંતુ માંડ ૬ કે ૭ મહિનાના સમયમાં જ હોસ્પીટલના ખસતા હાલ જોવા મળી રહ્યા છે હોસ્પીટલમાં મહિલા વોર્ડમાં લગાવેલ પીઓપીની છત તૂટી પડી હતી જો કે કોઈને પણ જાનહાની નહિ થઇ હોવાનું જાણવા મળ્યું છે. પીઓપીની છત અચાનક તૂટી પડતા તેની કામગીરીમાં ભષ્ટાચાર થયો હોવાના સવાલો ખડા થયા છે.ત્યારે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સત્યા ટીવી અંકલેશ્વર

error: