Satya Tv News

અંકલેશ્વર GIDC પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ પાડવાનો મામલો

13 મહિના પહેલા દીવાલ તૂટી પડવાની થઇ હતી હોનારત

દીવાલ પડતા થયા હતા 4 ના મોત અને 3 ઇજાગ્રસ્ત

GIDC PI ફરિયાદી બની કંપની માલિકો સામે ગુનો દાખલ કરાવ્યો

અંકલેશ્વર GIDCમાં જાન્યુઆરી 2022 માં પ્લાસ્ટોકોન ઇન્ડસ્ટ્રીઝ કંપનીના પ્લાન્ટમાં જુની દિવાલની ઉપર જ બીજી નવી દિવાલ બનાવવાની કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ મોડે મોડે 13 મહિના બાદ 4 લોકોના મોત માટે જવાબદાર બેજવાબદાર માલિકો સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જાન્યુઆરી 2022 ની 5 તારીખે અંકલેશ્વર GIDC માં આવેલી પ્લાસ્ટિકની ટાંકીઓ અને પેલેટસ બનાવતી પ્લાસ્ટોકોણ કંપનીમાં 6 ફૂટની જૂની દીવાલ ઉપર અન્ય દીવાલ ઉભી કરાઈ રહી હતી. પ્લાસ્ટોકોન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના માલીકો દ્રારા સક્ષમ અધિકારી પાસેથી કોઇપણ પ્રકારની પરમીશન લીધા વિના કંપનીના સ્ટ્રોરેજ પ્લાન્ટમાં જુની દિવાલની ઉપર જ બીજી નવી દિવાલ બનાવવાનું બેદરકારી ભર્યુ કામ હાથ ધરવામાં આવ્યું હતું.કામગીરી દરમિયાન ચણતર કરાયેલી નવી દીવાલ તૂટી પડતા કોન્ટ્રાકટર ગોપાલભાઇ રાજપુત અને સંજયભાઇ રણછોડભાઈ વસાવા, મૌલા તોસીન અંસારી, સંગીતાબેન રૂદલ મંડલના મોત નિપજ્યા હતા.

જયારે કિશન મુસરૂ મંડલ, સોમલભાઈ અને તુલસીબેન ભુદેવભાઇ મંડલ તેમજ કવીતાદેવી વીનોદભાઈ મંડલને નાની મોટી ઇજાઓ પહોચી હતી.ઘટનામાં કોન્ટ્રાકટર ગોપાલ રાજપુતે કોઇપણ પ્રકારના સેફટીના સાધનો આપ્યા વિના કામ કરતા મજુરોની જીંદગી જોખમાય એ રીતે કામ કરાવતા કામ દરમ્યાન અચાનક દિવાલ ધસી ધરાશાયી થતા ઘટના બની હતી. ઘટનામાં બેદરકારી દાખવનાર કંપનીના માલિક અને કોન્ટ્રાકટર સામે 13 મહિના બાદ આઈપીસી કલમ 304 (અ), 336, 337, 338 મુજબ GIDC PI એ.કે.જાડેજાએ ફરિયાદ દાખલ કરી છે.

બુરિયો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર

error: