Satya Tv News

અંકલેશ્વર તાલુકા પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો
કોસમડી ગામેથી બુટલેગર સાથે વિદેશી દારૂ કર્યો જપ્ત
પોલીસે રૂપિયા 13 હજારનો મુદામાલ કર્યો કબ્જે

અંકલેશ્વર તાલુકા પોલીસે કોસમડી ગામની સંસ્કારધામ સોસાયટીમાંથી રૂપિયા 13 હજાર ઉપરાંતના વિદેશી દારૂના મુદામાલ સાથે બુટલેગર ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે .

અંકલેશ્વર તાલુકા પોલીસ મથક નો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમીદાર થી બાતમી મળી હતી કે અંકલેશ્વરના કોસમડી ગામની સંસ્કારધામ સોસાયટીના મકાન નંબર 163 માં રહેતો વિજય આંબા કોલી યોગી સ્ટેટ પાસેથી વિદેશી દારૂ નો જથ્થો લાવેલ છે .જેથી પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડા પાડી ચેક કરતા વિવિધ બ્રાન્ડ ની વિદેશી દારૂ ની નાની મોટી બોટલો મળી આવી હતી.પોલીસે વિદેશી દારૂ એક મોબાઈલ તથા રોકડા રૂપિયા 3250 મળી કુલ રૂપિયા 13150 નો મુદામાલ કબ્જે કરી બુલ્લેગર વિજય આંબા કોલીને જેલ ના સલ;સળિયા પાછળ ધકેલી આગળની વધુ તપાસ હાથ ધરી છે .

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: