Satya Tv News

અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે બની હિટ એન્ડ રનની ઘટના.

કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા બાઇક સવારનું કરુણ મોત

ગંભીર ઇજાના પગલે બાઇક સવાર કૈલાશ પ્રકાશ દવેનું ટૂંકી સારવાર દરમિયાન થયું મોત.

ઘટના બાદ કાર ચાલક કાર મૂકી થયો ફરાર.

GIDC પોલીસે સમગ્ર મામલે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ.

અંકલેશ્વરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટનાએ આશાસ્પદ યુવાનનો ભોગ લીધો છે. જેમાં જયાબેન મોદી હોસ્પિટલ પાસે ઇકો કાર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા ગંભીર ઇજાના પગલે 24 વર્ષીય યુવાનનું કરુંણ મોત નિપજવા પામ્યું હતું.

:
અંકલેશ્વર પંથકમાં હિટ એન્ડ રનની ઘટનામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જેમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટનાએ 24 વર્ષીય આશાસ્પદ યુવાનનો ભોગ લીધો છે.

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર વાલિયા ચોકડીથી પોતાના ગામ ભડકોદ્રા ગામના વતની શિવ કોલોનીમાં રહેતો નવયુવાન 22 વર્ષીય કૈલાશ પ્રકાશ દવેનાઓ પોતાની મોટરસાઇકલ નંબર RJ 24 SH 8636ને લઇ ઘરે જઇ રહ્યા હતા. તે દરમિયાન હોન્ડા સીટી કાર નંબર GJ 01 HJ 5920નો ચાલક પુર ઝડપે અને ગફલત ભરી રીતે વાલિયાથી અંકલેશ્વર તરફથી રોગ સાઇડે આવી જઇ બાઇક સવારને અડફેટે લઇ કાર મૂકી ફરાર થઇ ગયો હતો. જેને લઇ બાઇક ચાલક કૈલાશ દવેને ગંભીર ઇજામાં પગલે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ટૂંકી સારવાર બાદ આશાસ્પદ 24 વર્ષીય યુવાન કૈલાશ દવેનું કરુણ મોત નીપજ્યું હતું.

બનાવ મામલે GIDC પોલીસે હિટ એન્ડ રનની ઘટનાનો અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સતા ટીવી અંકલેશ્વર

error: