Satya Tv News

ભક્તોની સુવિધા કરવામાં પ્રશાસન નિષ્ફળ નીવડ્યું

રજીસ્ટ્રેશન વગરની ફરતી જૂની જર્જરીત નાવડીમાં લાઈફ જેકેટની વ્યવસ્થાનો અભાવ

ભક્તોને ઘેટા બકરાની જેમ નાવડીમાં ભરવામાં આવ્યા

જીવના જોખમે નદી પાર કરતા ભક્તોનો જુવાળ ઉમટ્યો

પ્રસાશન તરફથી પૂરતી સુવિધા ન હોવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો

રાજપીપળામાં રવિવારની રજા હોવાથી અંદાજે 50 હજારથી વધુ ભક્તો પરિક્રમા કરવા ઉમટ્યા હતા. પણ પ્રસાશન તરફથી જરૂરી પૂરતી સુવિધા ન હોવાથી આજે ભારે અવ્યવસ્થા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો .

YouTube player

ચૈત્ર માસમા નર્મદા પરિક્રમાનુ વિશેષ ધાર્મિક મહત્વ છે .ગુજરાતમા એક માત્ર ઉત્તર વાહિની નર્મદા વહે છે ,હાલ નર્મદા જિલ્લાના માંગરોલ નર્મદા તટે થી પંચકોષી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારમ્ભ થયો છે .આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કી.મીટર પગપાળા પરિક્રમા કરવાનુ ફળ મલે છે અને 71 પેઢીનો મોક્ષ મળે છે . જેના દર્શન માત્ર થઈ પવિત્ર થવાય તેવી એક માત્ર ઉત્તર વાહિની ગુજરાતમા નર્મદા જીલ્લામા આવેલી છે .હાલ ચૈત્ર માસમા દૂર દૂર થી મોટી સંખ્યા મા સાધુ સંતો મહંતો ,ભક્તો , શ્રધ્ધાલુઓ, પરિક્રમા વાસીઓ માત્ર એક દિવસીય 21કી .મીટર ની પંચકોષી ઉત્તરવાહિની ની પરિક્રમા કરી રહ્યા છે . માત્ર આઠ નાવડીઓ ને કારણેકલાકો સુધી ભક્તોને લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે વધતી જતી સંખ્યા સામે વધુ 10-10નાવડીઓની જરૂર છે. પણ પૂરતી નાવડીઓ ન હોવાથી ભક્તો જાતેજીવના જોખમે નદી પાર કરીને સામે કિનારે પહોંચતા જોવા મળી રહ્યા છે.પણ પ્રસાશન દ્વારા ખાસ નક્કર જરૂરી સુવિધાઓ પુરી પડાતી નથી એ માટે તંત્ર પણ આગળ આવે એવી ભક્તોની માંગ ઉઠી છે.

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપળા

error: