Skip to main content

Satya Tv News

અંકલેશ્વરની રાધા ક્રિષ્ના હોટલના કમ્પાઉન્ડમાંથી લોખંડના ટુકડાની ચોરી કેસરી ફરાર

૯૦ હજારના રોડ લાઈનના લોખંડના ટુકડાની ચોરી કરી તસ્કરો ફરાર

કમ્પાઉન્ડમાંથી બોરવેલના સામાનમાંથી લોખંડના ટુકડાની ચોરી

અંકલેશ્વર શહેર બી ડીવીઝનના પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ .

અંકલેશ્વર હાઈવે ઉપર મોતાલી પાટિયા સામે આવેલ રાધા ક્રિષ્ના હોટલના કમ્પાઉન્ડમાંથી બોરવેલના સામાનમાંથી ૯૦ હજારના રોડ લાઈનના લોખંડના ટુકડાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ સદભાવના સોસાયટીમાં રહેતા હમીર રામ ગોજીયા બોરવેલનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓએ ગત તારીખ-૨૩મી માર્ચના રોજ અંકલેશ્વર હાઈવે ઉપર મોતાલી પાટિયા સામે આવેલ પોતાના સબંધીની રાધા ક્રિષ્ના હોટલના કમ્પાઉન્ડમાં બોરવેલના સામાન લોડ કરી મૂકી પોતાના ઘરે ગયા હતા તે દરમિયાન અજાણ્યા તસ્કરો ત્રાટકી રોડ લાઈનના લોખંડના ટુકડા ૨૫ નંગ મળી કુલ ૯૦ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા તે દરમિયાન ભરૂચ સી ડીવીઝન પોલીસે ચોરીમાં સંડોવાયેલ ડભોઇના કિશાન નગરમાં રહેતો સિકંદર ઉર્ફે ફરીદ હુશેન ઈબ્રાહીમ સૈયદને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળતા બોરવેલના માલિક પોલીસ મથકે આવી તપાસ કરતા ચોરી થયેલ રોડ લાઈનના લોખંડના ટુકડા ૨૫ પૈકી ૧૯ ટુંકડા મળી આવ્યા હતા આ ચોરી અંગે અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: