અંકલેશ્વરના ચૌટા નાકા પાર ચોરીનો ફોન વેચાણ કરતા ઈસમની ઝડપી
પ્રતિન ચોકડી વિસ્તારમાં રહેતો જયેશ વિજય કસબેને ઝડપી પાડ્યો
બે મોબાઈલ ફોન મળી કુલ 10 હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે વધુ હાથ તાપસ ધરી
:
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ચોરીનો મોબાઈલ ફોન વેચાણ કરવા ફરતા એક ઇસમને ઝડપી પાડ્યો હતો
:
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ચૌટા નાકા વિસ્તારમાં એક ઇસમ ચોરીનો મોબાઈલ ફોન વેચાણ કરવા ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પ્રતિન ચોકડી વિસ્તારમાં રહેતો જયેશ વિજય કસબેને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી બે મોબાઈલ ફોન મળી કુલ 10 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર