અંકલેશ્વરમાં ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતીની શ્રદ્ધાપૂર્વક કરાઈ ઉજવણી
હનુમાન મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કર્યું આયોજન
ભક્તોએ સંકટ મોચાનના દર્શન કરી ધન્યતા અનુભવી
અંકલેશ્વરમાં આજે ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતિની અંકલેશ્વર શહેર અને તાલુકામાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આજે ચૈત્રી પૂનમ હનુમાન જયંતી નિમિત્તે ભરૂચ જીલ્લામાં આવેલ વિવિધ હનુમાન મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા ત્યારે અંકલેશ્વરમાં આવેલ વિવિધ હનુમાનજી મંદિરોમાં અખંડ રામધૂન, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, હનુમાન યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના પુનગામ સ્થિત લાખા હનુમાન મંદિર અને શહેરના ચૌટા નાકા વિસ્તારમાં આવેલ હનુમાન વાડી હનુમાન મંદિરે પણ ભક્તોએ સંકટ મોચાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.અને દાદાના આશીર્વાદ મેળવ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર