Satya Tv News

અંકલેશ્વરના NH 48 પર બસ ચાલકે એકટીવા ચાલકોને ટકકર મારતા સર્જાયો અકસ્માત

ડિસેન્ટ હોટલ પાસે થયેલ અકસ્માતમાં ત્રણ લોકોને પહોંચી ઈજાઓ

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા

અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ડિસેન્ટ હોટલ પાસે એસટી બસ ચાલકે એકટીવા સવારોને ટક્કર મારતા ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી

YouTube player

ગત રોજ રાતના સમયે એકટીવા નંબર-જી.જે.૧૬.બી.એમ.૮૯૧૦ લઇ ત્રણ યુવાનો અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ અમદાવાદ-માલેગાંવ જતી એસટી બસના ચાલકે એકટીવા સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણેય લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા અકસ્માત અંગે બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: