Satya Tv News

દહેજમાં 3 સફાઈ કામદારના સપરાધ માનવવધનો મામલો

માનવવધનો આરોપી સરપંચ જયદીપસિંહ રણા ઝડપાયો

ડેપ્યુટી મહિલા સરપંચનો પતિ મહેશ ગોહિલ હજી ફરાર

દહેજમાં 20 ફૂટ ઊંડી ગટરમાં 3 સફાઈ કામદારોને મોતના મુખમાં ધકેલનાર ફરાર સરપંચની પોલીસે ભરૂચમાંથી ધરપકડ કરી છે. હજી ડેપ્યુટી મહિલા સરપંચનો પતિ મહેશ ગોહિલ ફરાર છે.

દહેજ ગ્રામ પંચાયતના સરપંચ જયદિપસીંહ રણા તેમજ ડેપ્યુટી સરપંચના પતિ મહેશ ગોહિલે ગટર સફાઇનું કામ કરતાં ગલસીંગ વિરસિંગ મુનિયાને નવીનગરીની ગટરની સાફસફાઇ કરવાનું જણાવ્યું હતું. સત્તાધીશોએ કામદારોને સુરક્ષાના સાધનો આપ્યા વિના ડ્રેનેજ કામગીરી માટે મોકલી આપ્યા હતાં. 20 ફૂટ ઊંડી અત્યંત દુર્ગંધ મારતી ડ્રેનેજ સાફ કરવા અનીપ જાલુ પરમાર, ગલસિંગ વીરસીંગ મુનિયા તથા પરેશ ખુમસંગ કટારા અંદર ઉતર્યા હતા.

જ્યાં ગુંગળાઇ જવાથી તેમના મોત નિપજ્યાં હતાં. ઘટનામાં સરપંચ અને ડેપ્યુટી સરપંચના પતિ સામે સપરાધ માનવવધ અંગેનો ગુનો નોંધાતાં બન્ને ફરાર થઈ ગયા હતાં.

દહેજ પીઆઇ આર. જે. ગોહિલને નાસતો ફરતો દહેજનો સરપંચ જયદિપસિંહ રાણા ભરૂચ રેલવે સ્ટેશન વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી. ઘટનામાં હજી ડેપ્યુટી સરપંચના પતિ વોન્ટેડ હોઇ તેની શોધખોળ ચાલી રહી છે. દહેજનો સરપંચ ભરૂચમાં એક ભાજપના નેતાને ત્યાંથી ઝડપાયો હોવાની વાત ચર્ચાની એરણે ચઢી છે.

error: