Satya Tv News

રાજકોટની મોબાઇલની દુકાનમાં બ્લાસ્ટ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ધંધાકીય હરિફાઇમાં દુકાનમાં બોમ્બ બ્લાસ્ટ કરાયાનો ખુલાસો થયો છે.

  • મોબાઇલની દુકાનમાં બ્લાસ્ટ મામલે મોટો ઘટસ્ફોટ
  • દેશી બોમ્બ બનાવીને કરાયો હતો બ્લાસ્ટ
  • પોલીસે મહિલા સહિત ત્રણની અટકાયત કરી

રાજકોટમાં મોબાઇલની દુકાનમાં લાગેલી આગના કેસમાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં ધંધાકીય હરીફાઇમાં દેશી બોમ્બ બનાવીને બ્લાસ્ટ કરાયો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ યુટ્યુબ ઉપરથી વીડિયો જોઇને ટાયમર બોમ્બ બનાવ્યો હતો. થોડા દિવસ અગાઉ મોબાઇલની દુકાનમાં બ્લાસ્ટ થયો હતો. જે મહિલાએ પાર્સલ મુક્યું હતું તેની અટકાયત કરતા સમગ્ર હકીકત સામે આવી છે. પોલીસે મહિલા સહિત 3ની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી એક મોબાઈલ એસેસરીઝની દુકાનમાં ગત 06 એપ્રિલના રોજ બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં મોડી સાંજના સમયે એક અજાણી મહિલા મોબાઈલનું કવર લેવા માટે આવી હતી, જે એક પાર્સલ મુકીને જતી રહી હતી. વધુ સમય વીતવા છતાં મહિલા પરત આવી નહોતી, જેથી દુકાનમાલિકે પાર્સલ સાચવીને દુકાનમાં રાખી દીધું હતું. જે બાદ મોડી રાત્રે પાર્સલમાંથી અચાનક ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી. ફાયરબ્રિગેડે પાણીમારો ચલાવી આગ બુઝાવી હતી, આગની ઘટનામાં દુકાનમાં મોટું નુકસાન થયું હતું. 

આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ મામલે FSLની મદદ પણ લેવામાં આવી હતી. મહિલા જે પાર્સલ મુકીને ગઈ હતી તેમાં રમકડાની કાર હતી. જેના રમકડાની કારના ભૂકાનો કેટલોક ભાગ ગાંધીનગર એફએસએલ કચેરી ખાતે વધુ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હાલ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ લેવામાં આવ્યા હતા.

આ સીસીટીવી ફુટેજની મદદથી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે દુકાનમાં પાર્સલ મુકી દેનારી મહિલા સહિત 3 લોકોની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા આરોપીઓની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. મહિલાની પૂછપરછમાં સામે આવ્યું કે, યુટયુબના માધ્યમથી ટાઇમર બોમ્બ તૈયાર કરવામાં આવ્યો હતો 

error: