Satya Tv News

અંકલેશ્વરમાં વર્ના કારની ચોરીમાં ત્રણ વાહન ચોરો ઝડપાયા

ચોરીમાં જીઆઈડીસી પોલીસે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા શખ્સોની અટકાયત કરી

અંકલેશ્વર પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી

અંકલેશ્વરના કોસમડી ગામના ગોલ્ડન ટાવર એપાર્ટમેન્ટ નીચેથી વર્ના કારની ચોરીમાં સંડોવાયેલા ત્રણ વાહન ચોરો ઝડપાય ગયા હતા.

YouTube player

મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ અંકલેશ્વરના કોસમડી ગામના ગોલ્ડન ટાવર એપાર્ટમેન્ટમાં રહેતા મનીરૂલ નજરૂલ શેખે ગત તા.૧૬મી માર્ચના રોજ પોતાની સિલ્વર કલરની વર્ના કાર નંબર-જી.જે.૧૫.પી.પી.૬૬૨૩ એપાર્ટમેન્ટના આગળ ભાગે પાર્ક કરી હતી.કાર માલિક બે દિવસ બાદ પોતાની માતાની દવા લેવા જવાની હોવાથી બહાર નીકળ્યો હતો તે સમયે તેણે પાર્ક કરેલ તેની રૂપિયા ૧.૪૦ લાખની કાર મળી આવી ન હતી.જેથી તેઓએ એપાર્ટમેન્ટમાં રહેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા તેમાં તા.૧૮મી માર્ચના રોજ રાતના સમયે ઇક્કો કાર લઇ આવેલ બે વાહન ચોરો પૈકી એક વાહન ચોર કારની ચોરી કરતા નજરે પડ્યા હતા.ચોરી અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી.દરમ્યાન આ ચોરીમાં જીઆઈડીસી પોલીસે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા ખુરશીદ અહેમદ,રામ બહાદુર યાદવ તેમજ મોહમ્મદ આમિરનામના શખ્સોની સંડોવણી હોવાનુ જણાતા ત્રણેયની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: