Satya Tv News

અંકલેશ્વરમાં કિશોરીને ભગાડેલ આરોપીની ધરપકડ
અંકલેશ્વરથી શોધી આરોપીની મેળવી માહિતી
પોક્સો એક્ટના ગુના સંદર્ભે આરોપીની ધરપકડ
પોલીસે વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વર તાલુકાના કાંસિયાગામમાંથી ગુમ થયેલી સગીરાને તથા આરોપીને અમદાવાદથી અંક્લેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા.આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૦માં નોંધાયેલા પોક્સો એક્ટના ગુના સંદર્ભે નવા કાંસિયા ગામેથી સગીર વયની કિશોરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી જનાર આરોપીને એ ડિવિઝન પોલીસે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ આધારે આ કામના ભોગ બનનાર કિશોરીને અંકલેશ્વર ખાતેથી શોધી આરોપીની માહિતી મેળવી આરોપી મહેશ ઉર્ફે કમલેશ ચાવડાને અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન સ્ટાફની મદદથી ઝડપી પાડ્યો હતો. આ આરોપીને અંકલેશ્વર લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વ

error: