અંકલેશ્વરના સંજાલી ગામમાં માથાકૂટ થતા ઝઘડો
પથ્થર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર
ઈજાગ્રસ્તને ખરોડની વેલ્ફેર હોસ્પિટલ ખસેડાયો
હાજર તબીબે ઈજાગ્રસ્તને મૃત જાહેર કર્યા
પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના હોળી ચકલામાં વાતચીત દરમિયાન માથાકૂટ થતા એક ઇસમે આધેડની પથ્થર મારી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.
મૂળ યુપીના અને અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના હોળી ચકલા ખાતે ભાડાના મકાનમાં રહેતા શીલાદેવી રામઆસરે બિંદના પતિ સાથે નજીકમાં રહેતા ભોલા જાગેશ્વર પ્રસાદ વચ્ચે વાતચીત દરમિયાન માથાકૂટ થતા ઝઘડો થયો હતો .આ ઝઘડામાં આવેશમાં આવી ગયેલા ભોલા પ્રસાદે રામઆસરે બિંદને માથાના ભાગે પથ્થર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઇ ગયો હતો. જયારે ગંભીર ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક ખરોડની વેલ્ફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો .જ્યાં હાજર તબીબે રામઆસરે મુન્નીલાલ બિંદને મૃત જાહેર કર્યા હતા .બનાવ અંગે પાનોલી પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર