Skip to main content

Satya Tv News

અંકલેશ્વર પર્લસીટી સોસાયટીમાં આડા સંબંધનો વહેમમાં બે ઈસમોએ યુવાનને માર માર્યો

અંકલેશ્વર પર્લસીટીમાં થઈ મારામારી
આડા સંબંધના વહેમમાં યુવાનને માર માર્યો
અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો
લાકડાના સપાટા મારી ઈજાઓ પહોંચાડી
પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી 

અંકલેશ્વરના ઉટીયાદરા ગામની પર્લસીટી સોસાયટીમાં આડા સંબંધનો વહેમમાં અગાઉના ઝઘડાની રીસ રાખી બે ઈસમોએ યુવાનને માર માર્યો હતો

YouTube player

અંકલેશ્વર તાલુકાના ઉટીયાદરા ગામની પર્લસીટી સોસાયટીમાં રહેતા જીગ્નેશ ગણપત પટેલ ગત તારીખ-૨જી મેના રોજ પોતાના ઘરે હતા તે દરમિયાન રાતે ૧૧ વાગ્યાના અરસામાં હાંસોટ તાલુકાના ઓભા ગામમાં રહેતો પરિમલ દલપત પટેલ અને પ્રકાશ દલપત પટેલ તેઓના ઘરે આવી અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો અને આવેશમાં આવી ગયેલા બંને ઈસમોએ અગાઉ એક વર્ષ પહેલા પ્રકાશ પટેલની પત્ની સાથે આડા સંબંધ હોવાની રીસ રાખી યુવાનને લાકડાના સપાટા મારી ઈજાઓ પહોંચાડી હતી મારામારી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: