Skip to main content

Satya Tv News

અંકલેશ્વરમાં દારૂનો જથ્થો સાથે બુટલેગરની ઝડપી
ગાયત્રી મંદિર પાસેથી મળી આવ્યો દારૂ
રૂ.54 હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે
બુટલેગરને ઝડપી પાડી તપાસ હાથ ધરી

YouTube player

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે હસ્તી તળાવ ગાયત્રી મંદિર પાસેથી વિદેશી દારૂનો જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હસ્તી તળાવ ગાયત્રી મંદિર પાસે રહેતો બુટલેગર અંકુર મુકેશ મોદીએ પોતાના ઘરની બહાર પાર્ક કરેલ એક્ટિવાની ડીકીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે એક્ટિવાની ડીકીમાંથી વિદેશી દારૂની 4 નંગ અને એક ફોન તેમજ એક્ટિવા મળી કુલ 54 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: