Skip to main content

Satya Tv News

અંકલેશ્વર : તસ્કરો આતંક યથાવત, વધુ એક મકાનમાંથી કરી 2 લાખ ઉપરાંતની ચોરી, જુવો વધુ

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો આતંક વધ્યો
તા.પો.મથક વિસ્તારમાં કરી તસ્કરી
કાપોદ્રા ગામની અયોધ્યાપુરમ સોસાયટીમાં ચોરી
સોના ચાંદીના ઘરેણાં અને રોકડ કરી ચોરી
તસ્કરો 2લાખના માલમત્તા પર હાથફેરો કરી ફરાર

અંકલેશ્વર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલ આયોધ્યાપુરમ સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ મળી અંદાજિત 2 લાખ ઉપરાંતની માલમત્તા પર હાથફેરો કરી જતા ચકચાર મચી જવા પામી છે.

YouTube player

અંકલેશ્વર તાલુકા પોલીસ મથક વિસ્તારામાં આવેલ કાપોદ્રા ગામની અયોધ્યાપુરમ સોસાયટીના મકાન નંબર 80 રહેતા મકાન માલિક મુકેશકુમાર મિશ્રા પરિવાર સાથે પોતાના મકાનના ધાબા પર રાત્રી નિંદ્રા અર્થે ગયા હતા. જે તકનો લાભ લઇ નિશાચરોએ તેઓના મકાનના આગળના અને પાછળ દરવાજાના મુખ્ય દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને ઘરની તિજોરીમાં રહેલ સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રૂપિયા 50 હજાર મળી અંદાજિત રૂપિયા 2 લાખ ઉપરાંતની માલમત્તા પર હાથફેરો કરી પલાયન થઇ ગયા હતા.

બનાવ મામલે મુકેશ મિશ્રાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા તાલુકા પોલીસ મથકના પોલીસ કાફલા ઘટના સ્થળે દોડી આવી ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્કોર્ડની મદદથી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: