Satya Tv News

May 10, 2023 #ANKLESHWAR, #GUJRAT

અંકલેશ્વર શ્યામ રેસીડેન્સી સોસાયટીમાંથી વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો

અંકલેશ્વર સોસાયટીમાંથી વિદેશી દારૂ ઝડપાયો
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા
બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો
૭ હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે

અંકલેશ્વરના અંદાડા-માંડવા રોડ ઉપર આવેલ શ્યામ રેસીડેન્સી સોસાયટીની પાછળ રહેણાંક ક્વાટર્સમાંથી તાલુકા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો

YouTube player

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા છાપરા ગામની નવી વસાહતમાં રહેતો બુટલેગર ભરત નાનું વસાવા અંકલેશ્વરના અંદાડા-માંડવા રોડ ઉપર આવેલ શ્યામ રેસીડેન્સી સોસાયટીની પાછળ રહેણાંક ક્વાટર્સમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૪૩ નંગ બોટલ મળી કુલ ૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર ભરત વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: