Satya Tv News

May 10, 2023 #ANKLESHWAR, #GUJRAT

અંકલેશ્વર જયપુર સુપર એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલ ઈસમને વિદેશી દારૂ સાથે RPFએ ઝડપી પાડ્યો

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પરથી મળી આવ્યો દારૂ
ઈસમને દારૂના જથ્થા ઝડપી પાડ્યા
ઈસમના બેગમાંથી મળી આવ્યો દારૂ
પોલીસે ૧૬૮૦નો મુદ્દામાલ કર્યો કબજે

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપર જયપુર સુપર એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરી જતા ઈસમને વિદેશી દારૂના જથ્થા સાથે આર.પી.એફએ ઝડપી પાડ્યા હતા

YouTube player

ભરૂચ રેલ્વે પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપર પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન જયપુર સુપર એક્સપ્રેસ ટ્રેન આવતા આગળના ભાગેથી એક ઇસમ ઉતરી ઉતાવળે ઉતાવળે જતો હતો જેના ઉપર પોલીસને શંકા જતા પોલીસે તેને અટકાવી તેની પાસે રહેલ બેગમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ૧૬૮૦નો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની સ્વર્ગ રેસિડેન્સીમાં રહેતો દિવ્યેશ દલસુખ રાણાને ઝડપી પાડ્યો હતો

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: