અંકલેશ્વર GIDCમાં કામદારનું કરુણ મોત નીપજ્યું
મેલ્ટી પ્રોડક્ટ વિભાગમાં પડી જતા કામદારનું મોત
ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો
સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું
GIDCપોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ અમસલ કંપનીના મેલ્ટી પ્રોડક્ટ વિભાગમાં પડી જતા કામદારનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું
ભરૂચ તાલુકાના કરજણ ગામના બાવળિયા ફળિયામાં રહેતા ૪૧ વર્ષીય રાકેશ છોટુ પટેલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ અમસલ કંપની નોકરી કરે છે જેઓ ગત તારીખ-૧૦મી મેના રોજ કંપનીમાં કામ કરી રહ્યો હતો તે દરમિયાન મેલ્ટી પ્રોડક્ટ વિભાગમાં અચાનક પડી જતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર