અંકલેશ્વરની આંગણવાડી કેન્દ્રમાં થઈ ચોરી
મુખ્ય દરવાજાનું તાળું તોડી કર્યો પ્રવેશ
હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર
GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ યોગેશ્વર નગર સ્થિત આંગણવાડી કેન્દ્રને તસ્કરોએ નિશાન બનાવી વાસણો સહિતનો સામાન મળી કુલ 3 હજરના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ વકીલ ફળિયામાં રહેતા મનિષા બ્રિજેશ પટેલ યોગેશ્વર નગર સ્થિત આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી વર્કર તરીકે નોકરી કરે છે જેઓગત તારીખ 22 મી મેના રોજ તેઓના આંગણવાડી કેન્દ્ર ખાતે આવ્યા હતા અને બાળકોને નાસ્તો આપ્યા બાદ આંગણવાડી કેન્દ્ર બંધ કરી તેઓના ઘરે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ આંગણવાડી કેન્દ્રને નિશાન બનાવી હતી તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ બે ડબ્બા,ત્રણ તપેલા,એક ડોલ એક ડિશ સહિત નો સામાન મળી કુલ 3 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર