અંકલેશ્વર સુરવાડી ઓવરબ્રિજ પર સર્જાયો અકસ્માત
સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર પલટી ગઈ
અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ
અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો
વાહનનોને ખસેડી ટ્રાફિક પરત ચાલુ કર્યો
અંકલેશ્વર-ભરૂચ વચ્ચે આવેલ સુરવાડી ઓવર બ્રિજ ઉપર અકસ્માતની વણઝાર સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો
ભરૂચ -અંકલેશ્વર જુના નેશનલ હાઈવે ઉપર ગડખોલ પાટિયા સ્થિત ઓવર બ્રિજ અકસ્માત ઝોન બન્યો છે અવારનવાર આ બ્રિજ ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજરોજ ફોર્સ કંપનીની કાર નંબર-જી.જે.16.એ.યુ.77 36 લઈ કાર ચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેનો સ્ટેરીંગ ઉપર કાબુ નહીં રહેતા કાર પલટી ખાઈ ગઈ હતી આ તો જો કે અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો બનાવની જાણ થતા જ શહેર એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દોડી આવ્યો હતો અને અકસ્માત ગ્રસ્ત વાહનને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક રાબેતા મુજબ કરાવ્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર