Satya Tv News

May 28, 2023 #ANKLESHWAR, #GUJRAT

અંકલેશ્વર : યોગી એસ્ટેટની એંજિનિયરિંગ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસેના હાથે 6 ઝડપાયા

અંકલેશ્વરના GIDCમાં થયેલ ચોરીનો મામલો

યોગી એસ્ટેટની કંપનીમાં થઇ હતી ચોરી

એન્જીનીયરીંગ કંપનીની ચોરીનો ભેદ ઉકેલાયો

પોલીસે 6 તસ્કરોને મુદામાલ સાથે ઝડપી લીધા

અંકલેશ્વર GIDCના યોગી એસ્ટેટ સંકુલમાં આવેલ એક એન્જીનીયરિંગ કંપનીના કમ્પાઉન્ડમાં મુકેલ સ્ટીલના સામાનની ચોરી કરી ત્રણ જેટલા અજાણ્યા શખ્સો પલાયન થઇ ગયા હતા. જોકે તાલુકા પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી જેલભેગા કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

YouTube player

અંકલેશ્વર GIDC ના યોગી એસ્ટેટ સંકુલમાં આવેલ કોરાલપ્ટ એન્જીનીયરિંગ કંપનીમાંથી ગત તારીખ 18 મે ના રોજ વહેલી સવારે ત્રણ અજાણ્યા ચોર ઇસમોએ દિવાલ કૂદીને કંપનીમાં પ્રવેશી કંપનીના કમ્પાઉન્ડમાં રાખેલ એક સ્ટીલની ફ્લેન્ચ રૂપિયા 12 હજાર તથા કન્ડશનર પાઇપના સ્ટીલના ટુકડા તથા સ્ટીલની પાઇપોનો સ્ક્રેપ જેનો વજન આશરે 1200 કિલો કિમત રૂપિયા 46 હજાર મળી કુલ રૂપિયા 48 હજારના સ્ટીલના સામાનની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

દરમ્યાન અંકલેશ્વર તાલુકા પોલીસને બાતમી મળી હતી કે શંકાસ્પદ આરોપીઓ જીતાલી ગામમાં ત્રણ રસ્તા પાસે ભેગા થયેલ છે જે બાતમી આધારે પોલીસે સ્થળ ઉપર પહોંચી જઈ જીતાલી ગામે પાંચ ઇસમો ત્રણ રસ્તા પાસે બેસેલ હોય તેઓને પકડી પુછપરછ કરતા તેઓએ કંપનીમાં ચોરી કરી હોવાની કબુલાત કરતા તેઓને પોલીસ સ્ટેશન ખાતે લાવી ઉંડાણપુર્વક પુછપરછ કરતા તેઓએ ચોરીનો મુદ્દામાલ ભંગારનો ધંધો કરતા ચંદ્રશેખર માનસિંગ વર્માને વેચી દીધો હોવાનુ જણાવતા પોલીસે ભંગારનો ધંધો કરતા ચંદ્રશેખરની દુકાને જઇ પુછપરછ કરતા તેણે ચોરીનો મુદ્દામાલ લીધો હોવાનુ કબુલ્યુ હતુ.

પોલીસે સમીરગીરી યાદવ,તૃપ્તેશ પટેલ,ફરમાન શેખ,રાકેશ અમરસિંગ રાઠવા,આકાશ વસાવા,ચંદ્રશેખર માનસિંગ વર્માની અટકાયત કરી હતી.પોલીસે તમામ પાસેથી મોબાઈલ, ચોરીનો સામાન મોટર સાયકલ તેમજ રીક્ષા સહીત કુલ રૂપિયા એક લાખ 39 હજારનો મુદામાલ જપ્ત કરી તમામ ઓપીઓને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: