Skip to main content

Satya Tv News

અંકલેશ્વરના જુના બોરભાઠા પાસે મળ્યો મૃતદેહ
ગામના નાળા પાસે ઝાડીઓમાંથી મળ્યો મૃતદેહ
પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો
મૃતકના મૃતદેહને ઉતારી PM અર્થે ખસેડી
મૃતકના વાલી વારસાની શોધખોળ હાથ ધરી

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામના નાળા પાસે ઝાડીઓમાં અજાણ્યા વ્યક્તિનો ફાંસો ખાઈ આપઘાત કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો

YouTube player

અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામના નાળા પાસેની ઝાડીઓમાં અજાણ્યા વ્યક્તિએ ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હોવાનું ગ્રામજનોએ જોતા તેઓએ સામાજિક આગેવાન ધર્મેશ સોલંકીને જાણ કરતા સામાજિક આગેવાને અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તેના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: