Satya Tv News

અંકલેશ્વરમાં અંદાડા ગામમાં થયેલ મોતનો ખુલાસો
યુવાનને મારામારી મોતને ઘાટ ઉતારવાના મામલો
ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા

અંકલેશ્વરના અંદાડા ગામમાં આવેલ કન્યાશાળા પાસે શ્રી સાંઈરામ હોટલમાં પનીરની સબ્જી નહિ આપી યુવાનને મારામારી મોતને ઘાટ ઉતારવાના મામલામાં પોલીસે ગણતરીના કલાકોમાં બે હત્યારા હોટલ સંચાલકોને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.

YouTube player

રવિવારના રોજ અંકલેશ્વરના અંદાડા ગામમાં આવેલ મસ્જિદ ફળિયામાં રહેતી મોંગી હીરા વસાવાના ભાણેજ ઉપેન્દ્ર વસાવાના પુત્ર અંકિત વસાવાના ઘરેથી અનિકેત નામના યુવાનને 500 રૂપિયા આપી, અંદાડા ગામની કન્યાશાળા પાસેની શ્રી સાંઈરામ હોટલ ખાતે પનીર સબ્જી લેવા મોકલ્યો હતો. જ્યાં હોટલના સંચાલકોએ તેને પનીર સબ્જી આપવાનું ના કહેતા અંકિત વસાવા અને અનિકેત સાથે સબ્જી લેવા ગયા હતા ,તે વેળા હોટલ સંચાલકોએ બંને યુવાનો સાથે બોલાચાલી કરી હતી. જે બાદ મંગી. વસાવાની નાની બહેનનો પુત્ર 21 વર્ષીય અરુણ પ્રવીણ વસાવા,વિજય વસાવા અને ધર્મેશ વસાવા સહિત ચારેય જણા ત્યાં ગયા જતા. અને હોટલના સંચાલકો કૈલાશ યાદવ અને રાધેશ્યામ યાદવને પનીરની સબ્જી કેમ આપ્યું નહીં તેમ કહેતા બંને ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા. અને ચારેય યુવાનો ઉપર તૂટી પડ્યા હતા. અને અરુણ વસાવાને ધિક્કા પાટુ વડે મૂઢ માર માર્યો હતો.જેને પગલે અરુણ વસાવા હોટલની બહાર નીકળતા જ ઢળી પડી બેભાન થઈ જતા તેને તેના સંબંધીઓએ રિક્ષામાં સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હોટલ સંચાલકો સામે હત્યા અંગેનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં હોટલ સંચાલકો કૈલાશ યાદવ અને રાધેશ્યામ યાદવને ઝડપી પાડ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: