Satya Tv News

અંકલેશ્વરના મુસાફર પાસેથી 1હજારની લૂંટનો મામલો
ફરિયાદ નોંધાતા આરોપીઓને ઝડપી પાડ્યા
3વર્ષની સજા સાથે 5હજારનો દંડ ફટકાર્યો

અંકલેશ્વરમાં મોતાલી ગામ પાસે એક મુસાફર પાસેથી એક હજાર રુપિયા લૂંટી તેને રીક્ષામાંથી ઉતારી દીધો હતો. જે અંગેનો ગુનો અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેનો કેસ અંકલેશ્વર કોર્ટમાં ચાલી જતાં ત્રણ આરોપીઓને ત્રણ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ કોર્ટે ફટકાર્યો છે.

અંકલેશ્વરના મોતાલી ગામ પાસે 14મી સપ્ટેમ્બર 2017 ના રોજ મૂળ અમદાવાદનો રાકેશ વરિયા ઝઘડીયા GIDCમાં કે.જે.એલ કંપનીમાં અને ત્યારબાદ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં ઈન્સ્પેક્શનનું કામ પતાવીને અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ખાતે બપોરે 4 વાગ્યા આવ્યા હતા. જ્યાંથી તે અમદાવાદ જવા માટે બસની રાહ જોઈ રહ્યા હતો. તે દરમિયાન બસ નહીં આવતા ભરૂચ નર્મદા ચોકડી પર જવા માટે ત્યાંથી રીક્ષામાં બેઠા હતા. આ દરમિયાન રાકેશ વરિયા પાસેથી રીક્ષામાં બેઠેલા શખસોએ એક હજાર રૂપિયાની લૂંટ ચલાવી તેને રીક્ષામાંથી ઉતારી દીધો હતો. આ મામલે અંકલેશ્વર શહેર પોલીસે આરોપીઓને સહયોગ હોટલ નજીકથી ઝડપી પાડ્યા હતાં.જેથી તમામ દલીલોને ગ્રાહ્ય રાખી જજે ઇમરાન ઉર્ફે ગાયબ યાકુબ પટેલ, ગજેન્દ્ર ઉર્ફે ભલી દિનેશ પટેલ અને દેવાંગ રમેશ ચૌહાણ ને IPCની કલમ 392 સાથે 120 બી મુજબ 3 વર્ષની સજા અને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો તેઓ દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: