Skip to main content

Satya Tv News

અંકલેશ્વરના પ્રતિન ચોકડી પાસે આવેલ પનામા સ્ક્વેર એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ચોરી થયેલ બાઈક સાથે બી ડીવીઝન પોલીસે એક ઈસમને અંસાર માર્કેટમાં આવેલ મદીના મસ્જીદ પાસેથી ઝડપી પાડ્યો હતો

વડોદરાના વાસણા ટી.પી.રોડ ઉપર આવેલ ત્રિભોવન પાર્ક સોસાયટીમાં રહેતા ઉર્વેશ પ્રફુલ મિસ્ત્રીએ પોતાના ભાઈની મોટર સાઇકલ નંબર- જી.જે.૦૬.બી.એમ.૫૭૭૦ ગત તારીખ-૧૩મી જુનના રોજ પોતાની બાઈક પ્રતિન ચોકડી પાસે આવેલ પનામા સ્ક્વેર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરી વડોદરા ગયા હતા તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની ૧૦ હજારની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બાઈક ચોરી અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇસમ ચોરીની બાઈક લઇ અંસાર માર્કેટમાં આવેલ મદીના મસ્જીદ પાસે ઉભેલ છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મૂળ મધ્યપ્રદેશ અને હાલ સંજાલી ગામના મહારાજા નગર ખાતે રહેતો સુરજ બિજેન્દ્ર પ્રસાદ શુક્લાને બાઈક નંબર-જી.જે.૦૬.બી.એમ.૫૭૭૦ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

error: