Satya Tv News

કરારવેલમાં ગેરકાયદેસર ચાલી રહ્યું છે માટી ખન્ન
૧.૨૫કરોડનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથધરી
પાંચ માટી ભરેલ હાઈવા મળી આવ્યા
આકસ્મિક રેડ કરતા ભુમાફીયાઓ નાસભાગ મચી

અંકલેશ્વર તાલુકાના કરારવેલ ગામમાં ચાલી રહેલ ગેરકાયદેસર માટી ખન્ન ઉપર તંત્ર દ્વારા દરોડા પાડી સ્થળ પરથી પાંચ માટી ભરેલ હાઈવા મળી કુલ ૧.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટાપાયે માટી ખન્ન ચાલી રહ્યું છે ત્યારે અંકલેશ્વર મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારીને માહિતી મળી હતી કે કરારવેલ ગામની સીમમાં ગેરકાયદેસર માટી ખન્ન ચાલી રહ્યું છે જેને પગલે મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતનો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે આકસ્મિક રેડ કરતા ભુમાફીયાઓ નાસભાગ મચી જવા પામી હતી અધિકારીઓએ માટી ભરી આવતી પાંચ હાઈવા ટ્રકોને અટકાવી ચાલકો પાસે રોયલ્ટી પાસ માંગતા તેઓ પાસે નહી હોવાનું જણાવ્યું હતું જેથી અધિકારીઓએ સ્થળ પર તપાસ કરતા માટી ખોદકામ માટે કોઇપણ જાતની પરમીશન લીધી ન હોવાનું સામે આવતા ટીમ દ્વારા સાદીમાટીનું વહન કરતા પાંચ હાઈવા ટ્રક મળી ૧.૨૫ કરોડનો મુદ્દામાલ ડીટેઈન કરી તાલુકા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: