Satya Tv News

પેટ્રોલ પંપ પર બે જૂથ વચ્ચે સર્જાયું ધિંગાણું
ડીઝલ પુરાવા બાબતે બે જૂથ વચ્ચે ધિંગાણું
૧૬ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
મારામારીમાં 4 લોકો ઈજાગ્રસ્ત

અંકલેશ્વરના અંસાર માર્કેટ પાસે આવેલ અમરતૃપ્તી હોટલ નજીકના પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ભરાવવા મુદ્દે બે કોમના ટોળા વચ્ચે સર્જાયેલ ધીંગાણા બે લોકોને ઈજાઓ પહોંચી હતી.

ગતરોજ બપોરના સમયે અંકલેશ્વરના અંસાર માર્કેટ પાસે આવેલ અમરતૃપ્તી હોટલ નજીકના પેટ્રોલ પંપ ક્રેન અને ડમ્પર ચાલક ડીઝલ ભરાવી રહ્યા હતા તે દરમિયાન બંને વચ્ચે સામાન્ય ઝઘડો થતા બે કોમના ટોળા આમને સામને આવી જતા ધીંગાણું સર્જાયું હતું આ ઝઘડામાં ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ ઘટના અંગેની જાણ બી ડીવીઝન પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ટોળાને વેર વિખેર કરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે માટે તાત્કાલિક અટકાયતી પગલા લઇ કુલ ૧૬ ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

Created with Snap
error: