માંડવા ગામેથી ઝડપાયો બુટરગેર
બુટલેગર સંજય વસાવાને ઝડપી પાડ્યો
૧૯૦૦નો મુદ્દામાલ કર્યો કબજે
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે માંડવા ગામના વસાવા ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો .
અંકલેશ્વરના માંડવા ગામના વસાવા ફળિયામાં રહેતો બુટલેગર સંજય બાલુ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે .જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૯ નંગ બોટલ મળી કુલ ૧૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો, અને બુટલેગર સંજય વસાવાને ઝડપી પાડ્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર