GIDCની ડાયસ્ટાર કંપની પાસે થયો અકસ્માત
ફોર વ્હીલ ચાલકે ડીલીવરી બોયને ટક્કર મારી
મોપેડ સવાર ડીલીવરી બોય થયો ઈજાગ્રસ્ત
GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કનોડિયા ચોકડી પાસે ડાયસ્ટાર કંપની પાસે ફોર વ્હીલ ચાલકે મોપેડ સવાર ડીલીવરી બોયને ટક્કર મારતા તેને ઈજાઓ પહોંચી હતી
અંકલેશ્વરના સુરતી ભાગોળ રોડ ઉપર આવેલ ચાંદની પાર્ક સોસાયટીમાં રહેતા આશીફ બસીર શેખ ગત તારીખ-૨૦મી જુનના રોજ પોતાના મિત્રની મોપેડ નંબર-જી.જે.૧૬.બી.પી.૪૪૪૩ લઇ ઝોમેટોનું પાર્સલ આપવા માટે કોસમડીથી જી.આઈ.ડી.સી.માં થઇ રાજપીપળા ચોકડી ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કનોડિયા ચોકડી પાસે ડાયસ્ટાર કંપની પાસે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ ફોર વ્હીલ ગાડી નંબર-જી.જે.૧૬.ડી.જી.૬૯૬૯ના ચાલકે મોપેડ સવાર ડિલીવરી બોયને ટક્કર મારતા તેને ઈજાઓ પહોંચી હતી.અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર