Satya Tv News

અંકલેશ્વર-વાલિયા માર્ગ પર સર્જાયો અકસ્માત
પોલ્સ સ્કુલ પાસે બની હિટ એન્ડ રનની ઘટના
ઘટનામાં યુવકનું નીપજ્યું કરુણ મોત
અન્ય એક ઈજાગ્રસ્ત
GIDC પોલીસે તપાસ હાથ ધરી

અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર સેન્ટ પોલ્સ સ્કુલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા બે પૈકી એક યુવાનનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું

અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર અકસ્માતની ઘટનામાં વધારો થયો છે.ત્યારે આજરોજ સાંજના સમયે બે યુવાનો બાઈક લઇ અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર સેન્ટ પોલ્સ સ્કુલ પાસેથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું .જયારે અન્યને ઈજાઓ થતા તેને ૧૦૮ સેવાની મદદ વડે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: