Satya Tv News

ટામેટા, ભીંડા સહિતના શાકભાજીના ભાવ ૧૦૦ને પાર

અંકલેશ્વર એપીએમસીમાં વિવિધ શાકભાજીના ભાવ વધારો થતા જ ગૃહિણીઓનું બજેટ ફરી ખોરવાશે

મોંઘવારીની હરણફાળ વચ્ચે દુધના ભાવ બાદ બીપોરજોય વાવાઝોડાને પગલે રાજ્યમાં શાકભાજીના પાકને થયેલ નુકશાનને લઇ શાકભાજીના ભાવમાં વધારો થયો છે.તો બીજી તરફ વરસાદને લઇ ખેડૂતો વાવણીમાં જોડાયા છે.જેને કારણે શાકભાજીની અછત પણ સર્જાઈ છે તેવામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ફરી એકવાર ખોરવાયું છે.ત્યારે ૨૦ રૂપિયાના કિલો મળતા ટામેટાના ભાવ ૧૦૦ રૂપિયાને પાર પહોંચ્યા છે. ભીંડા ૨૫થી ૩૫ના ભાવે મળતા હતા તે ૭૦થી ૯૦ રૂપિયાના કિલો થયા છે.જયારે અન્ય શાકભાજીના ભાવ પણ આસમાને જતા મધ્યમ અને ગરીબ વર્ગ માટે શાકભાજી ખરીદી કરવું જ અઘરું બન્યું છે.તો છૂટક વેપારીઓને ત્યાં આવતો શાકભાજીનો જથ્થો વરસાદી વાતાવરણ વચ્ચે માર્કેટયાડમાંથી જ નહિ આવતા તેઓ પણ ભાવ વધારવા મજબુર બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

error: