Satya Tv News

કાપોદ્રા પોલીસે છોકરી સાથે સૌપ્રથમ દુષ્કર્મ કરનાર દલાલ અને તેને હોટલમાં રાખીને તેની સાથે દુષ્કર્મ કરનાર સ્પા સંચાલકની ધરપકડ કરી છે. આ સાથે દેહવેપાર કરાવનાર મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં યુવતની ગાંધીનગર અને અમદાવાદ લઈ જવામાં આવી હતી.

બાંગ્લાદેશી છોકરીને પ્રેમજાળમાં ફસાવી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં લાવીને દેહવેપાર કરાવવાનો કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો હતો. તેના પર દુષ્કર્મની ઘટના અમદાવાદ અને ગાંધીનગરમાં બની હોવા છતાં કાપોદ્રા પોલીસે હદની માથાકૂટ કર્યા વગર ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જમાલ અને સોનીયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસે પીડિતાની ઉંમરની ખરાઈ અને દુષ્કર્મ અંગે તપાસ કરવા તેનું તબીબી પરિક્ષણ સ્મીમેર હોસ્પિટલમાં કરાવ્યું હતું. કાપોદ્રા પોલીસે યુવતીને દેહવેપાર માટે સુરત લાવનાર અડાજણની મહિલા દલાલ સોનીયાની ધરપકડ કરી પૂછપરછના આધારે એક ટીમ અમદાવાદ મોકલી હતી. દરમિયાન, કાપોદ્રા પોલીસે આ પ્રકરણમાં ભોગ બનનારની ઉંમરની ખરાઈ કરાવતા તે યુવતી નહીં પણ 16 વર્ષની હોવાનો ખુલાસો થતા હતો, જે બાદ વધારાની કલમનો ઉમેરો કર્યો હતો.

બાંગ્લાદેશી છોકરીને અમદાવાદ સ્ટેશને તેડવા આવ્યા બાદ દુષ્કર્મ આચરી દેહવિક્રય માટે દબાણ કરનાર દલાલ જમાલ ઉર્ફે જમીલ મોહમ્મદ ફજલુ ઉર્ફે ફાજુલ મંડલની અને જમાલે તેને ગાંધીનગરની હોટલમાં રાખીને દુષ્કર્મ કરનાર સ્પા સંચાલક અરવિંદ અમરતભાઈ પારેખની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, જમાલ પણ મૂળ બાંગ્લાદેશનો છે અને છેલ્લા સાડા ત્રણ વર્ષથી અમદાવાદમાં રહે છે.

તરુણીને પ્રેમજાળમાં ફસાવી મોકલનાર શોએબ જમાલ પાસે છોકરી મોકલતો અને જમાલ તેની સાથે દુષ્કર્મ કરી બાદમાં સ્પામાં સોંપી દેહવેપાર કરાવતો હતો. જમાલે આ મહિનામાં જ ત્રણ છોકરીઓને સપ્લાય કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે સમગ્ર પ્રકરણમાં એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી અન્ય કેટલા લોકોની આ ગુનામાં સંડોવણી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

error: