Satya Tv News

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર કાપોદ્રા ગામની સીમમાં આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ટ્રકમાં પાછળથી ધસી આવેલ ટેમ્પો ભટકાતા ચાલકનું દબાઈ જતા સારવાર મળે તે પહેલા કરુણ મોત નીપજ્યું હતું.

યુપીના ગુજરાઈ ગામમાં રહેતા રામભરોસે શ્રીજનકસિંહ ચંદેલ ટ્રક નંબર-એમ.પી.૦૭.એચ.બી.૮૨૫૪ લઇ મધ્યપ્રદેશથી માલસામાન લઇ સુરત ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર કાપોદ્રા ગામની સીમમાં આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પોતાની ટ્રક સાઈટ સીગલ બતાવી વાળી રહ્યા હતા તે વેળા પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ ટેમ્પો નંબર-જી.જે.૧૫.યુ.યુ.૦૪૮૪ ટ્રકની પાછળ ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટેમ્પો ચાલક અંગદ હરહંગીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ૧૦૮ સેવાની મદદ વડે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: