અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ માનવ મંદિર નજીક તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા અને સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર પંથકમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેવી ફલિત થઈ રહ્યું છે. પોલીસના ડર વિના તસ્કરો એક બાદ એક ચોરીના બનાવને અંજામ આપી રહ્યા છે, ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ માનવ મંદિર નજીક આવેલ બંધ મકાન તસ્કરોના નિશાને ચઢ્યું હતું. તસ્કરોએ દરવાજાનો નકૂચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મકાનમાં રહેલ સરસામાન વેર વિખેર કરી નાંખ્યો હતો. જોકે, આ ઘટનામાં કેટલા રૂપિયાના માલમત્તાની ચોરી થઈ છે, તે હજી સુધી જાણવા મળ્યું નથી. તો બીજી તરફ, મકાન બહાર રહેલા CCTV કેમેરામાં 2 અજાણ્યા તસ્કરો કેદ થવા પામ્યા હતા, ત્યારે હાલ તો અંકલેશ્વર GIDC પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.