અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી GRP એ ગાંજાનો મોટો જથ્થો પકડી લીધો છે. રવિવારે સ્ટેશન પર સ્ટાફ ફરજ પર હતો, ત્યારે પ્લેટફોર્મ નંબર 1 પર સિકંદરાબાદ – રાજકોટ સુપરફાસ્ટ ટ્રેન આવીને ઉભી રહી હતી.ટ્રેનના વચ્ચેના AC કોચમાંથી બે યાત્રીઓ બે ટ્રોલી બેગ અને એક બેકપેક સાથે હડબડાટમાં નીકળવા જતા હતા. ફરજ પર હાજર રેલવે પોલીસને શંકા જતા, બન્નેને અટકાવી બેગની તલાસી લેવા કહેતા તેઓએ ઇન્કાર કર્યો હતો.બેગમાં ગાંજો હોવાનું કેહતા અંતે FSL સહિત ગેજેટેડ અધિકારીઓને જાણ કરાઈ હતી. બન્ને મુસાફરોની ટ્રોલી બેગ અને બેકપેક ખોલતા અંદરથી પ્લાસ્ટિકની થેલીઓમાં સેલોટેપથી વિટાળેલાં પેકેટો મળી આવ્યા હતા.ઓરિસ્સાના પાનીગાંડો ગજપતિ ખાતે રહેતા ખેતમજૂરો ચંદ્રકાન્ત દેબો પરીછા અને રંજન પબના પરીછાને 28.279 કિલો કિંમત રૂપિયા 2.82 લાખનો ગાંજો તેના બનેવી ગજેન્દ્ર એ આપ્યો હતો.તત્કાલ પ્રીમિયમ એસી ટ્રેનમાં રિઝર્વેશન કરાવી આપી આ ગાંજાની ડિલિવરી અંકલેશ્વર સ્ટેશને ઉતરી આપેલા મોબાઈલ પર કોલ કરવા કહ્યું હતું. રેલવે પોલીસે ઓરિસ્સાના બન્ને આરોપીનો ધરપકડ કરી ગાંજો મોકલનાર અને અંકલેશ્વર ખાતે લેવા આવનારની તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર