ભરૂચના થામ ગામેથી અપહ્યુત બાલિકાને છોડાવી
7 મહિનાથી વોન્ટેડ અપહરણકારને ઝડપી પાડી
વધુ તપાસ અંકલેશ્વર રૂરલ PI ને સોપવામાં આવી
ભરૂચના થામ ગામેથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કવોર્ડ 7 મહિનાથી વોન્ટેડ અપહરણકારને ઝડપી પાડી અપહ્યુત બાલિકાને છોડાવી છે.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલની સીધી સુચના મુજબ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ પોલીસ ઇન્સ્પેકટર એન.એસ.વસાવાએ ટીમ બનાવી અપહરણ તથા પોક્સો એક્ટના ગુનાના નાસતા ફરતા આરોપીઓને શોધી રહ્યા હતા. AHTU પોલીસ ટીમના ASI કનકસિંહ એસ.ગઢવીને અંગત બાતમીદારથી બાતમી મેળવી હતી.આરોપી તથા ભોગબનનાર થામ ગામ ખાતે હોય, જેથી ટીમ થામ ગામ વિસ્તાર આસપાસમાં પેટ્રોલીંગમાં ગોઠવાઈ હતી. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના આરોપી રાજપારડીના સદ્દામ હુસેન ઉર્ફે કાલુ જીણાસા મુસ્લીમ દિવાન છેલ્લા સાત માસથી નાસતો ફરતો હતો. જેને ભોગબનનાર બાલીકા સાથે થામ ગામથી શોધી લાવી હાલ હસ્તગત કરાયો છે. જેની આગળની વધુ તપાસ અંકલેશ્વર રૂરલ પી.આઈ.ને સોપવામાં આવેલ છે .
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર