પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં રવિવારના રોજ જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ના કાર્યકર્તા સંમેલનમાં થયેલા વિસ્ફોટમાં 39 લોકો માર્યા ગયા છે. આ સાથે 123 અન્ય ઘાયલ થયા છે. આ ઘટનામાં 17 લોકોની હાલત ગંભીર છે
જિયો ન્યૂઝે પોતાના અહેવાલમાં પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે, બાજૌર જિલ્લાના ખાર ટેન્સિલમાં ઇસ્લામિક રાજકીય પક્ષની બેઠક ચાલી રહી હતી, ત્યારે વિસ્ફોટ થયો હતો.