નગરપાલિકાની ત્રિ-માસિક સામાન્ય સભા યોજાઈ
વિરોધપક્ષ દ્વારા અનેક મુદ્દે ભ્રષ્ટાચારની આશંકા
૪૫ જેટલા ઠરાવો પર મંજૂરીની મહોર
અંકલેશ્વર નગરપાલિકાની ત્રિ-માસિક સામાન્ય સભા આજરોજ યોજાઈ હતી.જેમાં વિપક્ષી સદસ્યોના આક્ષેપો વચ્ચે શાસક પક્ષે બહુમતીના જોરે ૪૫ જેટલા ઠરાવો ઉપર મંજૂરીની મહોર મારી હતી.
અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે આજરોજ તૃતીય સામાન્ય સભા યોજાઈ હતી જે વિપક્ષી સભ્યોના આક્ષેપો વચ્ચે સંપન્ન થઇ હતી.મોટેભાગે વર્તમાન પ્રમુખ સહીત અન્ય પદાધિકારીઓની ટર્મની અંતિમ સામાન્ય સભા હતી.આ બોર્ડ મિટિંગમાં સુકાવલીમાં અગાઉ થયેલી ૮૫ લાખનાં સરસામાનોની ચોરી અંગે શાસક પક્ષની ઉદાસીનતા,સ્વર્ણિમ લેક વ્યુ પાર્કનાં હલકી ગુણવતા વાળા કામમાં થયેલી ગોબાચારી,વાહન કમિટીનાં ચેરમેન સહીત પૂર્વ નગરસેવક સામે અધિકારી ઓઝા એ કરેલી અરજી સહીતનાં મુદ્દે ભારે હોહા જોવા મળી હતી.આગામી સમયમાં અંકલેશ્વર નગરપાલિકા સંલગ્ન વિવિધ વિભાગના વાર્ષિક કોન્ટ્રાકટ ઉપરાંત સરસામાનની ખરીદીના ઇજારાઓ સહીત અન્ય વિકાસ માટેના કામો અંગે ૪૫ જેટલા ઠરાવો આ સામાન્ય સભા દરમ્યાન શાસક પક્ષે બહાલી અર્થે મુક્યા હતા,જે સામે વિરોધ પક્ષ દ્વારા અનેક મુદ્દે ભ્રષ્ટાચાર ખાયકી ની આશંકાઓ ઉભી કરતા સામસામે આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા હતા.આ સામાન્ય સભામાં શાસક પક્ષે સરકારની વિવિધ ગ્રાન્ટ અન્વયે અંદાજે ૧ કરોડ ઉપરાંતના વિકાસ કાર્યો ને બહુમતીના જોરે બહાલી આપી હતી.જેમાં મુખ્યત્વે ડીસ્પેન્સરીમાં મેડિકલ ઉપકરણોની ખરીદી, ગાયનેક તબીબ ની નિમણુંક,ઇલેક્ટ્રિક વિભાગ નાં ઇજારા,ખરીદી,સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાનુ નિર્માણ,રોજિંદા કર્મચારીઓના લઘુતમ વેતનમા વધારો,સંબંધિત કાર્યોનો સમાવેશ થતો હતો.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર