Satya Tv News

રાજ્યમાં એસટી બસના ભાડામાં 25 ટકા વધારો
પ્રતિ કિલોમીટર 64 પૈસાની જગ્યાએ 80 પૈસા કરાયા
એક્સપ્રેસ બસમાં પ્રતિ કિમી 68 પૈસા જૂનો ભાડુ
નોન ACસ્લીપર કોચમાં પ્રકિમી62 પૈસાની જગ્યાએ 77 પૈસા

રાજ્યમાં એસટી બસના ભાડામાં વધારો થતા ભરૂચ જીલ્લાના એસટીના મુસાફરોને પણ મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.

https://fb.watch/m8KhhyGcxY/

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારે એસ ટી બસના ભાડામાં 25 ટકા જેટલો તોતિંગ વધારો ઝીંક્યો છે,.જેને પગલે મધ્યમ અને ગરીબ વર્ગને એસટીની મુસાફરી કરવી મોંઘી બની છે, અને સરકારી બસમાં મુસાફરી કરવી હશે, તો મુસાફરોએ હવે ખિસ્સા હળવા કરવા પડશે તેવો ઘાટ થયો છે.સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટે કરેલી જાહેરાત મુજબ લોકલ,એક્સપ્રેસ તેમજ એસી અને સ્લીપર સહિત તમામમાં કોચની બસોના ભાડામાં ભાવ વધારો કર્યો છે.લોકલ બસમાં પ્રતિ કિલોમીટર 64 પૈસા ભાડુ હતું, જેની જગ્યાએ હવે 80 પૈસા કરવામાં આવ્યા છે. જ્યારે એક્સપ્રેસ બસમાં પ્રતિ કિલોમીટર 68 પૈસા જૂનો ભાડુ હતું, જે વધારી હવે 85 પૈસા કરવામાં આવ્યા છે, અને નોન એસી સ્લીપર કોચમાં પ્રતિકિલોમીટર 62 પૈસાની જગ્યાએ હવે 77 પૈસા કરાયા છે.૧૦ વર્ષ બાદ પ્રથમવાર આ વધારો કરવામા આવ્યો છે, અને જે અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો હોવાનો દાવો કર્યો છે.ભરૂચ-અંકલેશ્વર એસટી ડેપોમાંથી દોડતી તમામ બસોના ભાડામાં પણ આ વધારો થશે જેને પગલે મુસાફરોએ હવે ખિસ્સા ઢીલા કરવાનો વારો આવ્યો છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: