Satya Tv News

ઉમરવાડા ગામના યુવાન પર ધરિયા વડે હુમલો
બાવળનું ઝાડ ન કાપવાનું કહેતા શખ્શે કર્યો હુમલો
અપશબ્દો ઉચ્ચારી ધરિયા વડે હુમલો કરી માર માર્યો
પાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના પાદર ફળિયામાં બાવળનું ઝાડ નહિ કાપવાનું કહેતા શખ્શે યુવાનને ધરિયા વડે હુમલો કરતા તેને ઈજાઓ પહોંચી હતી

https://fb.watch/m8K04rjXs9/

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના પાદર ફળિયામાં રહેતા જુનેદ યુસુફ પાંચભાયા ગત તારીખ-૩૦મી જુલાઈના રોજ સવારે ઊંઘમાંથી ઉઠી ઘરની બહાર આવ્યા હતા, તે દરમિયાન યુસુફ મુલ્લા ઉર્ફે ડોકટર જુનેદ પાંચભાયાના ઘરના વાળાનું બાવળનું ઝાડ કાપી રહ્યો હતો, જેને ઝાડ નહિ આપવાનું કહેતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો, અને અપશબ્દો ઉચ્ચારી જુનેદને હાથમાં અને ખભામાં ધરિયા વડે હુમલો કરી માર માર્યો હતો ,અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.મારામારી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: