Satya Tv News

સુરત નીલમ ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતરના મામલે
ચાર ઇસમોના મોત બાદ અંકલેશ્વર GPCB હરકતમાં
અંકલેશ્વર ઉદ્યોગીક વસાહતમાં તાપસ હાથ ધરાય
કેમિકલ કિંગ તરીકે જાણીતા મહંમદ ચિકના થયા છે પાસા
કેમિકલ કિંગ મહંમદ ચિકનાનું પણ થયું મોત
અંકલેશ્વર ઉદ્યોગ આલમમાં ભયનો માહોલ
3 અંકલેશ્વરના અને એક રાજસ્થાનના ઈસમનું થયું હતું મોત

સુરતના મોટા બોરસરા નીલમ ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતરના મામલે ચાર ઇસમોના મોત બાદ અંકલેશ્વર GPCB દ્વારા ઉદ્યોગીક વસાહતમાં તપાસ શરુ છે.

YouTube player

અંકલેશ્વર-પાનોલી ઔદ્યોગિક વસાહતમાં શંકાસ્પદ ઉદ્યોગો રડારમાં આવતા મોનીટંરીગ ટીમ સર્ચ શરૂ કર્યું છે. ગેસ ગળતર કાંડનો મુખ્ય આરોપી મહોમદ જાવેદ ઉર્ફે મહંમદ ચીકના પટેલ દેશમાં પ્રથમ પ્રદુષણના મામલે પાસાની સજા પામનાર આરોપી છે. અંકલેશ્વર GPCBએ 2010 અને 2015માં પણ મહોમદ જાવેદ ઉર્ફે મહંમદ ચીકના સામે કેમિકલ વેસ્ટ નિકાલ મામલે ઝડપી પાડી એફ.આર.આર કરી હતી. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વસાહતનો ગેરકાયદેસર હાઈલી એસિડિક રેસીડયુ વેસ્ટના નિકાલ કરવામાં કુખ્યાત મહંમદ મહોમદ જાવેદ ઉર્ફે મહંમદ ચીકના પટેલ સામે ગત રોજ વધુ એક પોલીસ ફરિયાદ કોસંબા પોલીસ મથકે GPCBએ નોંધાવી છે.

મોટા બોરસરા ગામ ખાતે આવેલ GPCBમાં સાબુ બનાવવાની નીલમ ઇન્ડસ્ટ્રીઝની આડમાં ઉદ્યોગોનો રાસાયણિક કચરો સંગ્રહ કર્યો હતો. જેમાં દ્રમ ખોલતાં જ બ્લાસ્ટ સાથે અંદરથી વિવિધ પ્રકારના હેઝાર્ડસ્ટ રેસીડયુ વેસ્ટમાંથી ઉત્પન્ન થયેલ ઝેરીલા ગેસની અસરથી દ્રમ ખોલી રહેલા અંકલેશ્વરના દિવા અને કાપોદ્રા ગામના 4 ઈસમોએ જીવ ગુમાવ્યો હતો. તેમાં કેમિકલ વેસ્ટ નિકાલના કુખ્યાત મહંમદ જાવેદ ઉર્ફે મહંમદ ચીકણાનો પુત્ર અને અન્ય 3 મોતને ભેટ્યા છે.

કોસંબા પોલીસ GPCBની ફરિયાદ આધારે નીલમ ઇન્ડસ્ટ્રીઝ નામે ગોડાઉન ધરાવતા મહંમદ જાવેદ ઉર્ફે મહંમદ ચીકણા ધરપકડ કરી છે. ઘટના અંગે સુરત GPCB જોડે હવે અંકલેશ્વર GPCB પણ તપાસ માં જોડાઈ છે. અને અંકલેશ્વર અને પાનોલી GPCBમાં આવેલ શંકાસ્પદ કંપની ની પણ તપાસ શરુ કરી છે. અને હાલ કંપની ખાતે ગુપ્તરાહે પુછપરછ કરી વિગતો મેળવી રહી છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર

error: