Satya Tv News

ચોરીની થયેલી મોટર સાઇકલનો મામલો
ચોરીની મોટર સાઇકલ સાથે 1ઇસમને ઝડપી પાડ્યો
30 હજારની બાઇક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ચોરીની મોટર સાઇકલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

YouTube player

ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા અને નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઇ દ્વારા મિલકત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવા અને મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પીરામણ નાકા પાસે વાહન ચેકીંગમાં હતો, તે તે દરમિયાન ત્રણ સર્કલ તરફથી પીરામણ નાક તરફ એક બાઇક નંબર-જી.જે.16.સી.ક્યૂ.0659 આવતા પોલીસે તેને અટકાવી હતી ,અને બાઇક ચાલક પાસે તેની પાસે બાઈકના દસ્તાવેજો માંગતા તેણે સંતોષ કારક જવાબ આપ્યો ન હતો. પોલીસે બાઇક લઈ ફરતો સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો મનીષ શૈલેષ વસાવાની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી, જ્યારે આ બાઇક બાઇક રૂસ્તમ પ્લાઝામાં આવેલ યુનિક્યુ કોમ્પ્યુટર ક્લાસીક એકેડમી આઇ.ટી.આઈ સામેથી ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે.પોલીસે 30 હજારની બાઇક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: