Satya Tv News

સાપુતારા ફરવા નીકળેલા મિત્રોની કાર પલટી મારી
બે મિત્રોના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું
બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
યુવાનોના પરિજનોને જાણ કરતા આભ તૂટી પડ્યું 

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાંથી મળસ્કે કાર લઇ સાપુતારા ફરવા નીકળેલા ચાર મિત્રોની કાર વાંસદા-વઘઇ રોડ પર ડિવાઈડરમાં ભટકાયા બાદ પલટી મારી જતાં બે મિત્રોના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું.

:
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા મૂળ મોરબી અને અમરેલીના ઓમ ફાર્મા કંપનીમાં ફરજ બજાવતા ચાર મિત્રો આજે ગુરૂવારે મળસ્કે 4 વાગે સાપુતારા જવા નીકળ્યા હતા.અંકલેશ્વરથી 24 વર્ષીય પાર્થ વજુ ડોબરીયાની બ્રિજા કાર નંબર-જી.જે.૧૪ ૪૦૦૬માં નીરજ પ્રકાશ ડોબરિયા, હર્ષિલ કાનજી ઠુમમર અને વિકેન રાકેશ ખાંટ સવારે 6.15 કલાકના અરસામાં વાંસદા-વઘઇ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.પોતાની કાર પાર્થ સ્પીડમાં ચલાવી રહ્યો હતો, ત્યારે સાડા 6 વાગ્યે ચારણવાડા ગામ નજીક તેનો સ્ટિયરિંગ પર કાબુ રહ્યો ન હતો. કાર ડિવાઈડરના કટમાં ઘુસી ગયા બાદ સામેની બાજુના ડિવાઈડરમાં અથડાયા બાદ પલટી મારી ગઈ હતી.અકસ્માતમાં કારનો ખુરડો બોલી ગયો હતો. આસપાસથી સ્થાનિકોએ દોડી આવી ચારેય યુવાનોને બહાર કાઢી 108 અને પોલીસને જાણ કરી હતી. જોકે અકસ્માતમાં સ્થળ પર જ પાર્થ ડોબરીયા અને વિકેન ખાંટનું મોત થયું હતું. જ્યારે હર્ષિલ ઠુમમર ગંભીર રીતે ઘવાતા બેભાન થઈ ગયો હતો. જ્યારે નીરજ ડોબરીયાને પણ ગંભીર ઇજા પોહચતા બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ યુવાનોના પરિજનોને કરાતા તેઓ પર આભ તૂટી પડ્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાર્ટલ સાથે સત્યા ટીવી અંકલેશ્વ

error: