Satya Tv News

બીનવારસી વાહનોની હરાજી કરી નિકાલ
કુલ ૭૯ વાહનોની GIDC ખાતે હરાજી કરાઈ
૧૬૦ વાહનોના વેચાણથી ૬.૫૨ લાખમાં હરાજી

ભરૂચ જિલ્લા પોલીસે બીનવારસી હાલતમાં અને એમ.વી.એક્ટ-૨૦૭ હેઠળ સહિત વાહનોની હરાજી કરી નિકાલ કરવામાં આવ્યું હતું.

YouTube player

વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડાનાની સૂચનાને આધારે જુદા જુદા ગુનામાં તેમજ એમ.વી.એક્ટ કલમ ૨૦૭ અને બીનવારસી હાલતમાં કબ્જે કરેલ વાહનોની જરૂરી કાર્યવાહી પુર્ણ કરી નિકાલ કરવા આઇ.પી.એસ.લોકેશ યાદવ અને અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન તેમજ નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઇના માર્ગદર્શ હેઠળ અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકના કુલ-૫૦ વાહનો તેમજ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના કુલ-૩૧ વાહનો,અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકના કુલ-૭૯ વાહનોની અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના ગોકુલધામ પાર્ટી પ્લોટ, અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ખાતે હરાજી કરવામાં આવી હતી, જેમાં તમામ વાહનોની બોલી લગાવતા તમામ ૧૬૦ વાહનોના વેચાણથી ૬.૫૨ લાખમાં હરાજી કરવામાં આવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: